માંડવી

માંડવી તાલુકાનાં અમાલસાડી ગામ ખાતે દિવાળીબા ઓપ્ટોમેટ્રી કોલેજનું ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રીનાં હાથે ભૂમિ પૂંજન કરાયું. શ્રેષ્ઠ આંખનાં તબીબો તૈયાર કરવા માટે આ કોલેજનું નિર્માણ કરવામાં આવશે.

માંડવી તાલુકાનાં અમાલસાડી ગામ ખાતે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ દ્વારા દિવાળીબા ઓપ્ટોમેટ્રી કોલેજનું ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે ભૂમિ પૂંજન કરવામાં આવ્યું. તેજસ હિસ્પિટલ દ્વારા લગભગ એક દાયકાથી સતત આંખની સારવાર તેમજ નાના મોટા ઓપરેશનો ન જેવી કિંમતે તો ગરીબ વર્ગને વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. તો સર્વશ્રેષ્ઠ આંખનાં તબીબો તૈયાર કરવા માટે અમાલસાડી ખાતે દિવાળીબા ઓપ્ટોમેટ્રી કોલેજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ કોલેજ ગુજરાત રાજ્યની પ્રથમ ક્રમની ઓપ્ટોમેટ્રી કોલેજ બનશે. કારણકે ગુજરાતમાં દિવાળીબા ઓપ્ટોમેટ્રી કોલેજ એ એક માત્ર કોલેજ બનશે કે જેમાં ૨૨૧ બેડ, ૮ ઓપરેશન થીયેટર, ૨ સેપટીક ઓપરેશન થિયેટર, ૧૮૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ક્ષમતા, ૧૫૦ બેઠક સહિત સેમીનાર રૂમ, પ્રાર્થના ખંડ, ૨૧૬ વ્યક્તિઓની બેઠકની ક્ષમતા વાળો ભોજનાલય તેમજ ૩૬૦ ડોક્ટરોની રહેઠાણ સુવિધા ઉપલબ્ધ થશે. તેમજ આ કોલેજનાં માધ્યમથી ૨૫૦ કે તેથી વધુ લોકોને રોજગાર મળશે. માંડવી તાલુકા જેવા આદિવાસી વિસ્તાર માટે આ કોલેજ તેમજ હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી હઈસ્કૂલનાં ઉ.મા.વિભાગનાં શિક્ષક જીતેન્દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.