અમદાવાદ,વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા શહેરના જાસપુર ખાતે રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે અદ્યતન ઉમિયા ધામ નિર્માણ પામવા જઈ રહ્યું છે જેનું આવતીકાલે. સી એમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ નાયબ પ્રધાન નિતિન પટેલ અને પુરુષોત્તમ રૂપાલા હાજર રહેશે. વિશ્વ ઉમિયાધામ માં ધર્મ સંકૂલ, શિક્ષણ સંકૂલ, ભોજનાલય, પાર્ટી પ્લોટ બેંકવેટ હોલ જેવી સુવિધા રાખવામાં આવી છે. ૧૧ થી ૧૩ ડિસેમ્બર સુધી શિલાન્યાસ મહોસ્ત્વ ઉજવવામાં આવશે. જેમાં હજારો અને લાખો પાટીદાર ભાઈ બહેનો એકત્ર થશે. માં ઉમિયાધામનું કામ જલ્દી જ શરૂ થાય તે માટે સમસ્ત પાટીદાર સમાજ એકત્રિત થઈ અને મહેનત કરી રહ્યું છે. આ ઉપરાંત ૨૦૧૯માં ૧૦૮ કળશ ગંગાજળથી ભરી ને અમેરિકા ખાતે મોકલવામાં આવ્યા હતા જે આજે સમસ્ત અમેરીકામાં પરિભ્રમણ કરી ને પરત ફર્યા છે. આજે આ કળશ એરપોર્ટ ખાતે આવતા ઉમિયાધામના સભ્યો દ્વારા તેનું સ્વાગત કરાયું હતું. આ કળશનું ૨૨ નવે.ના રોજ વિશેષ પૂજન કરાશે.શોભા યાત્રા પણ કાઢવામાં આવશે.અમેરીકામાં પાટીદાર સમાજના અનેક અગ્રણીઓ વસેલા છે,જેથી આ કળશને હરિદ્વારથી પૂજન કરીને મોકલવામાં આવ્યા હતા.