અક્ષયતૃતિયા એટલે અખાત્રીજનો દિવસ જેમાં માંગલિક પ્રસંગો વધારે થતા જાેવા મળે છે. ત્યારે આ દિવસ ખેડુતો માટે પણ ખુબ મહત્વનો દિવસ ગણવામાં આવેછે. તે દિવસે જગતનો તાત એવા ભુમિપુત્રો દ્વારા ઘરતી માતાનું ભુજન કરીને તેને ખેડવામાં આવેછે. તેમજ તેમની આ વર્ષની ઉપજ સારી પાકે તેમાટે પ્રર્થના કરવામાં આવેછે. અને પ્રસાદ રુપે કંસાર અને લાપસીનો ભોગ ચડાવવામાં આવેછે. પવિત્ર રમજાન માસના છેલ્લા દિવસે ચાંદ દેખાતા ઉજવણી કરવામાં આવી હતી. પણ કોરોનાને કારણે લોકોને ભેગા થવાની મનાઈ હોવાને કારણે પોલિસ બંદોબસ્ત વચ્ચે માત્ર પાંચ લોકો દ્વારા ઇદગાહ મેદાનમાં નમાઝ અદા કરવામાં આવી હતી. આમ મુસ્લિમ બીરાદરોએ ડીજીટલ માધ્યમના ઉપયોગથી તેમજ સોશ્યલ ડીસ્ટન્સ રાખીને ઈદની ઉજવણી કરી હતી.