ડભોઇ, તા.૯

ડભોઇના નડા ગામે ધર્મ ના નામે ધતિંગ કરી હજારો રૂપિયા ઉઘરાવી લોકોના દર્દ દૂર કરવા નું પાખંડ કરતા ભુવાને ડભોઇ પોલીસે ઝડપી પાડેલો દૃશ્યમાન થાય છે. ડભોઇ તાલુકાના નડા ગામે માતાજીના નામે દોરા ધાગા નું પાખંડ કરી લોકો ના દુઃખ દર્દ દૂર કરતો હોવાનું જણાવી લોકો પાસે થી મોટા પ્રમાણમાં રૂપિયા ઠગતો ભુવા ને ગ્રામ જનો ની ફરિયાદના આધારે ડભોઇ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઈ તાલુકાના નડા ગામે ગામમાં માતાજીના નામે હજારો રૂપિયા ઠગી અને લોકોને આકર્ષવા લાંબા લાંબા વાળ વધારી ચોટલી રાખતા ભુવા ની કામગીરી છેલ્લા ઘણા સમયથી કરતા રાઠોડીયા શાંતિલાલ રમણભાઈ જેઓને તારીખ ૨૪/ ૬/ ૨૦૨૦ ના રોજ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ દ્વારા આવા અંધશ્રદ્ધા ફેલાવનાર અને છેતરપિંડી કરનારા ભુવાનો પદાર્ફાશ કરી તેની કામગીરી બંધ કરવા અને ગામ બહાર થી આવતા અંધશ્રદ્ધામાં વિશ્વાસ મૂકી લોકો આવતા હોવાથી હાલ ચાલી રહેલા કોરોના વાયરસ ની મહામારી વચ્ચે ગામમાં આ મહામારીનો પગપેસરો ન થાય તે માટે આવા ભૂવાને લેખિતમાં નોટિસ આપી હતી.છતાં પણ આ કાર્ય બંધ ન કરાતા અને નડા ગામમાં તો રવિવાર ના રોજતો બહારના લોકોની ખૂબજ અવરજવર કરતા હોય અને જાણે ગામમાં કોઇ પ્રસંગ ના હોય તે રીતે ગામ ગામેથી આવતા હતા. પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.