મુંબઇ 

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દેશમાં થતી કુદરતી આફતો અથવા અન્ય કોઈ મુશ્કેલી વખતે ઘણી વખત દાન આપતા રહ્યા છે. અમિતાભ દુષ્કાળ અથવા પૂરગ્રસ્ત વિસ્તારો માટે અનેક વખત રાહત ભંડોળમાં કરોડો રૂપિયાની સહાય આપી ચૂક્યા છે. જો કે, આ વખતે અમિતાભે પોતાના અંગનું દાન કરવા માટેની જાહેરાત કરી છે. 

અમિતાભ બચ્ચને તેના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે. તેણે તસવીર પોસ્ટ કરી છે જેમાં તેના કોટ પર લીલી રંગની એક નાની રિબન પણ છે. આ તસવીર શેર કરતા અમિતાભે લખ્યું છે કે, "હું શપથ લઇ ચૂકેલ ઓર્ગન ડોનર છું. મે આ લીલી રીબીન તેની પવિત્રતા માટે પહેરી છે."

અમિતાભના આ ટ્વીટના જવાબમાં, ઘણા લોકોએ દાન કર્યા પછી મળેલા પોતાના પ્રમાણપત્રો વહેંચ્યા છે અને કહ્યું છે કે તેઓએ કેવી રીતે તેમના અંગો દાન કર્યા છે. સાથે, કેટલાક એવા પણ છે જેમણે અમિતાભથી પ્રભાવિત થયા પછી તેમના અંગોનું દાન આપવાનું કહ્યું છે. આ દરમિયાન એક યુઝરે ટ્વિટ કરીને કહ્યું કે અમિતાભના અંગોને કોઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાતા નથી. 

યુઝરે લખ્યું, "સાહેબ, તમને હેપેટાઇટિસ-બી રહ્યો છે. તમારા અંગો અન્ય કોઈ વ્યક્તિ પર લાગુ કરી શકાતા નથી. તેમ જ તમારું લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે અને રોગપ્રતિકારક દવાઓ લો છો. તમારા આ નિર્ણયની પ્રશંસા કરુ છુ પરંતુ માફ કરજો વૈજ્ઞાનિક રીતે તમે અંગનું દાન ન કરી શકો.