મનીલા/વોશિંગ્ટન, તા.૭

દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની વિસ્તારવાદી માનસિકતા પર પાણી ફેરવતા ફિલિપાઇન્સએ યુ.એસની સાથે પોતાના લશ્કરી સંબંધોને વધારવાનો નિર્ણય કર્યો છે. ફિલિપાઇન્સના રાષ્ટપતિ રોડ્રિગો ડુટર્ટે એ અમેરિકાની સાથે બે દાયકા જૂના વિઝિટિંગ ફોર્સિસ એગ્રીમેન્ટને બનાવવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૬ માં સત્તામાં આવ્યા બાદથી રોડ્રિગો ડુટર્ટેનો ઝુકાવ ચીન તરફથી વધુ હતું. આથી અમેરિકાથી ફિલિપાઇન્સનું ટેન્શન વધી ગયું. 

ફિલીપાઇન્સ સાથે વધતા તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ મનિલા નજીકના તેના સૈન્ય બેઝને વિયેતનામમાં ખસેડવાની જાહેરાત કરી દીધી હતી. જા કે કોરોના વાયરસના લીધે પરિસ્થિતિ બદલાતા દેશમાં ચીનનો વ્યાપક વિરોધ અને કથળતી અર્થવ્યવસ્થાના લીદે રોડ્રિગો ડ્યુર્ટેને પીછેહઠ કરવાની ફરજ પડી. ત્યારબાદથી તેમણે યુએસ સાથે સૈન્ય બેઝને જાળવી રાખવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. 

નિષ્ણાંતોએ ફિલિપાઇન્સના આ યુટર્નને દક્ષિણ ચાઇના સમુદ્રમાં ચીનના વધતા પ્રભાવ સાથે જાડ્યો છે. આપને જણાવી દઇએ કે વિશ્વનો ૩૦ ટકા વેપાર દક્ષિણ ચીન સમુદ્ર દ્વારા કરે છે. આખા દક્ષિણ ચાઇના સમુદ્ર ઉપર ચીન પોતાનો દાવો કરે છે. જ્યારે વિયેટનામ, ફિલિપાઇન્સ, બ્રુનેઇ, મલેશિયા અને તાઇવાન તેના દાવાને નકારી રહ્યુ છે. ચીન છેલ્લાં એક દાયકામાં અનેક કૃત્રિમ ટાપુઓ બનાવીને ખુલ્લેઆમ તેની વિસ્તરણવાદી વ્યૂહરચનાને દર્શાવી રહ્યુ છે. 

ભારત-ચીન વિવાદ માટે કોંગ્રેસ અને પંડિત નેહરુ જવાબદાર :કેન્દ્રીય મંત્રી 

ભારત-ચીન વિવાદ માટે કોંગ્રેસ અને પંડિત નેહરૂ જવાબદાર હોવાનું કેન્દ્રિય મંત્રી જીતેન્દ્રસિંહે નિવેદન કર્યું છે. ભારત અને ચીન વચ્ચે વણસતા જતાં સબંધોને પગલે હવે રાજકારણ ગરમાઈ રહ્યુ છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સરકારને કહ્યુ હતું કે, તેઓ વિશ્વાસ અપાવે કે ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી કે કેમ? હવે આ નિવેદનને લઈને પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એકવખત ફરીથી નેહરૂનો ઉલ્લેખ કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ ચીનને લઈને કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે, ભારત-ચીન વિવાદ કોંગ્રેસે જ આપેલી ભેટ છે. કોંગ્રેસ સતત આલોચના કરવાનું શરૂ કરી દે છે કશું જ જાણ્યા વિના કે, ચીન રાહુલ ગાંધીના મહાન દાદાજી નેહરૂએ છોડેલી સમસ્યા છે. જે ચાઉ એન લાઈ સાથે દિલ્હીના રસ્તાઓ પર લટાર મારી અને તેમની સાથે લોકો હિંદી-ચીની ભાઈ-ભાઈના નારા લગાવી રહ્યા હતા. જે બાગ ૧૯૬૨માં જે થયું, તે ઈતિહાસ છે અને તેની કિંમત આપણે આજ સુધી ચૂકવી રહ્યાં છીએ. વાસ્તવમાં રાહુલ ગાંધીએ એક અહેવાલને લઈને ટ્‌વીટ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એલએસી પર હવે વાતચીતથી સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. જેને લઈને રાહુલ ગાંધીએ પૂછ્યુ હતું કે, સરકારે લોકોને વિશ્વાસ અપાવવો જાઈએ કે, ભારતીય ભૂમિ પર એક પણ ચીની સૈનિકોએ પગ નહતો મૂક્્યો.