ગાંધીનગર-

છેલ્લા કેટલાક સમયથી 4200 ગ્રેડ પે આપવાની પ્રાથમિક શિક્ષકોની માગ હતી. ત્યારે આજે પ્રાથમિક શિક્ષણ સંઘ અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને DyCM નીતિન પટેલ સાથે થઇ હતી. આ બેઠકમાં 4200 ગ્રેડ પે બાબતે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે DyCMની નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવ્યો છે. લાંબી ચર્ચાના અંતે પ્રશ્રનોનો નિકાલ લવાયો છે. શિક્ષકોના પ્રશ્નોનું સરકાર હંમેશા નિરાકરણ લાવે છે. ત્યારે હવે 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે.