દિલ્હી-

અમેરિકી કંપની ક્વાલકોમ વેચર્સે રિલાયન્સ જિયો પ્લેટફોમ્સમાં 730 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. આ ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોને મળનાર 13મો રોકાણકાર છે. જેનાથી જિયોને 5G પ્લાન પર આગળ વધવાથી મદદ મળી રહેશે.

ક્વાલકોમ વેચર્સ અમેરિકાના ક્વાલકોમ ઇંકનું રોકાણકારનું ગ્રુપ છે. આ રોકાણના બદલામાં કંપનીને જિયો પ્લેટફોર્મસમાં 0.15 ટકાનો ભાગ મળશે. વિશ્વમાં સતત ફંડ એકઠુ કરનાર આ પ્રકારની કંપનીનો JIOની પોતાની રીતનો પહેલો પ્રયાસ છે, આવું પણ લોકડાઉન અને કોરોના સંકટ વચ્ચે જ્યારે રિલાયન્સમાં રોકાણકારોની લાઇનો લાગી છે. જેને એક રીતે જોઇએ તો તમામ તજજ્ઞોને ચોંકાવી દીધા છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રિલાયન્સની ડીલ ફેસબુક સાથે થઇ હતી. ફેસબુકે જિયોમાં 9.99 ટકાની ભાગીદારી સાથે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે, ત્યારબાદ સિલ્વર લેકે 5656 કરોડ રૂપિયાના રોકાણથી 1.15 ટકાનો હિસ્સો, વિસ્ટા ઇક્વિટીએ 11,367 કરોડ રૂપિયાના રોકાણથી 2.32 ટકાનો હિસ્સો અને જનરલ એટલાંટિકે 6598 કરોડ રૂપિયાના રોકાણથી 1.34 ટકાના હિસ્સાની જાહેરાત કરી હતી.