મુંબઇ 

'બિગ બોસ 13' ફેમ શહનાઝ ગિલ ટૂંક સમયમાં સિદ્ધાર્થ શુક્લા સાથે એક મ્યુઝિક વીડિયોમાં દેખાવાની છે. આ ગીતનું શૂટિંગ હાલમાં જ ચંદીગઢમાં થયું હતું ત્યારબાદ સિદ્ધાર્થ અને શહનાઝ ફરી મુંબઈ આવી ગયા છે. ઘર પાસે શૂટિંગ કરવા છતાં શહનાઝ ગિલે પિતાને આવવાની જાણ ન કરી હતી અને તે પરિવારને મળવા પણ ગઈ ન હતી જેનાથી તેના પિતા સંતોષ સિંહ ઘણા નારાજ થયા છે. નારાજગીને કારણે સંતોષે શહનાઝ સાથે વાત ન કરવાના સમ પણ ખાધા છે.

શહનાઝ ગિલ પરિવારની નજીક રહીને પણ મળવા ન આવી તેનાથી નારાજ થઈને તેના પિતાએ ટેલીચક્કરને કહ્યું, 'શહનાઝ ચંદીગઢમાં શૂટિંગ કરી રહી હતી અને પરિવારને મળવા ન આવી શકી. તેનું ઘર લોકેશનથી માત્ર બે કલાકના અંતરે હતું. શહનાઝની અહીંયા આવવાની જાણ અમને મીડિયા મારફતે ખબર પડી. તેણે અમને શૂટિંગ અથવા ચંદીગઢ આવવા વિશે કઈ જણાવ્યું ન હતું. તેના દાદાજીની થોડા દિવસ પહેલાં જ ઘૂંટણની સર્જરી થઇ છે પરંતુ શહનાઝે તેમને મળવું પણ યોગ્ય ન સમજ્યું.

આગળ સંતોષ સિંહે કહ્યું કે, હવે અમને તેને મળવાનો ચાન્સ ક્યારે મળશે. અમને તો એ પણ નથી ખબર હોતી કે તે ઓફિસર નોર્થ આવે છે શૂટિંગ માટે કે નહીં. મારી પાસે તેની સાથે વાત કરવા માટે તેની મેનેજરનો નંબર પણ નથી. મેં તો સમ ખાધા છે કે તેની સાથે જિંદગીભર વાત નહીં કરું.

શહનાઝ ગિલ પંજાબી સિંગર અને એક્ટ્રેસ હતી. 'બિગ બોસ 13' પછી તેને ઘરે ઘરે ઓળખ મળી છે અને અમુક સારા પ્રોજેક્ટ પણ મળ્યા જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ ગઈ. હવે તેના પિતા જણાવે છે કે અમુક ફેમિલી ફ્રેન્ડ્સ છે જેના બાળકો શહનાઝ સાથે ફોટો પડાવવા માગતા હતા પરંતુ શહનાઝે તેમને ના પાડી દીધી. તેનું કહેવું હતું કે ઘણા બધા લોકો છે અને આમાં ઘણો સમય લાગશે. પિતાનું કહેવું છે કે તેણે તેના પંજાબના ફેન્સને જરૂર મળવું જોઈએ.