ઔરંગાબાદ-

બિહારની ઔરંગાબાદમાં જિલ્લા બેંક પર હૂમલો કરીને અપરાધીઓએ લાખો રૂપિયાની લૂંટ કરતા ખળભળાટ મચી ગયો હતો. દાઉદનગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના જિનોરીયા ગામ પાસે ઇન્ડિયન બેંકમાં આ ઘટના ઘટી હતી. 6 થી વધુ લૂંટારૂઓએ ગાર્ડ પર હૂમલો કરીને તેને ગંભીર ઘાયલ કર્યો હતો અને તેની રાઇફલ તોડી નાંખી હતી. 

બાદમાં અંદર ઘૂસી મેનેજરની પિટાઇ કરી હતી. સેફની ચાવી લઇને ગમચામાં રૂપિયા ભરીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. લૂંટનો આંકડો જાહેર નથી થયો પણ 3 લાખથી વધુની લૂંટ થઇ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પૂરા મામલાની તપાસ થઇ રહી છે. લૂંટારૂઓ બુકાની બાંધી બાઇક પર આવ્યા હતા.