મુંબઈ-

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ માહિતી 4 ઓગસ્ટ, મંગળવારે સાંજે નીતિશ કુમારે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાહેર કરી હતી. નીતીશ કુમારના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, રાજ્ય સરકારે સ્વ.સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘ દ્વારા પટનામાં સ્વ. સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સાથે જોડાયેલા કેસની તપાસ માટે સીબીઆઈને ભલામણ મોકલી છે. "

તમને જણાવી દઈએ કે મીડિયા સાથે ખાસ વાતચીતમાં નીતીશ કુમારે કહ્યું હતું કે, આજે સુશાંત સિંહ રાજપૂતના પિતા સાથે મારી વાત થઈ હતી. તેમણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેમની માંગના આધારે, બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કરશે. આ તમામ કાગળો આજે સાંજ સુધીમાં કરવામાં આવશે.