સાબરકાંઠા-

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર બાઈકની ચોરી કરતી બાજ નામની ગેંગને પોલીસે પકડી પાડી છે. સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે આ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનો મુખ્ય આરોપી શકીલ પઠાણ અન્ય ત્રણ સાગરિતો સાથે ગુજરાત તેમજ રાજસ્થાનના બોર્ડર નજીકના તાલુકાઓમાં રેકી કરી બાઈક ચોરી કરતો હતો. આમાં તેના અન્ય ચાર ઈસમો પણ ભાગીદાર હતા. આ ગેંગ બાઈકનું લોક તોડી તેને તરત જ રાજસ્થાનમાં ઓછી કિંમતે વેંચી દેતી હતી. સાથોસાથ ગાડીના એન્જિન નંબર અને ચેચીઝ નંબર દૂર કરી નંબર પ્લેટ પણ બદલી નાખતા હતા.સાબરકાંઠા એલસીબી પોલીસે બાતમીના આધારે ઈડર હિમ્મતનગર રોડ પર સાઈબાબા મંદિર નજીક નંબર પ્લેટ વિનાની બાઈક ચલાવતા ચાર યુવકને કોર્ડન કર્યા હતા. તેમની તપાસ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ગેંગે ઘણી બાઈક ચોરી હોવાનું પણ ખુલ્યું છે.ગુજરાત રાજસ્થાન બોર્ડરના તમામ તાલુકાઓમાં ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી બાઈકની ઉઠાંતરીના બનાવ વધી ગયા હતા. એટેલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. અને છેવટે આ બાજ ગેંગ ઝડપાઈ હતી.