ડભોઇ

 ડભોઇ પણસોલી ગામ નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ડભોઇ પોલીસે સ્થળ ઉપર પહોચી. કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી તેમજ મૃતક નો કબજો મેડવી પી.એમ.માટે મોકલી અપાયો હતો.

પણસોલી ગામ નજીક બોડેલી તરફ જતી પૂર સરકારી એસ.ટી.બસ નંબર જી.જે.૧૮. ઝેડ- ૦૪૫૧ના ચાલકે બસ પૂર ઝડપે હંકારી સામે થી આવી રહેલા બાઇક નંબર એમ.પી.૧૦.બી.એ.૨૬૧૮ના ચાલકને ટકકાર મારતા બાઇક પર સવાર સૂવરસિંગ ગુલાબસિંગ ભૂરીયા તથા ચુનીલાલ જુવાનસિંગ ભૂરીયારહે. મૂળ ચીસાનીયા, તા.મધ્યપ્રદેશ અલીરાજપૂર હાલ રહે કાસમપૂર તા.કરજણ રોડ ઉપર ફગોડાયા હતા અને સૂવેરસિંગ ગુલબસિંગ ભૂરીયા નાઓ ને માથાના ભાગે તેમજ પગ ના ભાગે ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજયું હતું જ્યારે બાઇક ઉપર પાછળ બેસેલ કુણીલાલભાઈ જુવાનસિંગ ભૂરીયા નાઓ ને પગના તેમજ સરીર ના ભાગે નાની મોટી ઇજાઓ થવા પામી હતી રાહદારીઓ દ્વારા તેને ૧૦૮ ની મદદ થી હોસ્પીટલ લઈ જવાયો હતો જ્યારે આ બનાવ ની પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર જય મૃતક નો કબજો મેળવી પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી હતી.