ડભોઇ

ડભોઇ- તિલકવાડા રોડ ઉપર એક જ રાતમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડભોઇ તાલુકાના ધરમપૂરી ગામ નર્સરી પાસે એક ટ્રકચાલકે બાઇક સવરને ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું . પ્રથમ બનાવમાં એક બાઇકચાલક ડભોઇ તરફ આવી રહ્યો હતો. તે અરસામાં ધરમપૂરી નજીક ટ્રકચાલકે ટક્કર મારતા બાઇકચાલક રાહુલભાઈ તડવીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બીજા બનાવમાં ડભોઇ નાંદોદી ભાગોળમાં રહેતા સન્નીભાઈ બારીયા વહેલી સવારે ચાલવા નિકળ્યા હતા. તે અરસામાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા રોડ ઉપર ફગોળાઇ ગયો હતો.ગંભીર ઇજાના પગલે સ્થળ ઉપર જ મોત નીપજયું હતું