દેશના ૬ રાજ્યોમાં બર્ડ ફ્લૂને પગલે ગુજરાત સહિત ચરોતરને અલર્ટ કરવામાં આવ્યું છે. આણંદ-ખેડામાં બર્ડ ફ્લૂને અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવ્યાં છે. આણંદ જિલ્લામાં અંદાજે ૫૫૦ અને ખેડા જિલ્લામાં ૩૫૦ પોલ્ટ્રીફાર્મ આવેલાં છે. આણંદ અને ખેડા જિલ્લા ૯૦૦થી વધુ પોલ્ટ્રીફાર્મને પશુપાલન વિભાગ દ્વારા જરૂરી સાવચેતી રાખવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. 

આણંદ જિલ્લા પશુપાલન અધિકારી સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, ચરોતરમાં આવેલાં પોલ્ટ્રીફાર્મના માલિકોને બર્ડ ફ્લૂ જિલ્લામાં ન પ્રવેશે તે માટે જરૂરી સુવિધા તાકીદે ઊભી કરવા જણાવાયું છે. આ ઉપરાંત સ્પષ્ટ કહેવાયું છે કે, પોલ્ટ્રીમાં બહારની કોઇ વ્યક્તિને પ્રવેશ ન આપવો. ખાસ કરીને ડક પ્રકારના પક્ષીઓને હાલમાં બહારથી ન લાવવા માટે લેખિત તથા મૌખિક સૂચના આપવામાં આવી છે. દરેક પોલ્ટ્રી ફાર્મ જરૂરી દવાઓ રાખવા તેમજ દરરોજ સાફ સફાઇ કરવા જણાવવામાં આવ્યું છે. મોટાપ્રમાણમાં પક્ષીઓનાં મોત નીપજે તો તાત્કાલિક પશુપાલન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, આ ઉપરાંત બોયલર પક્ષીમાં રોગ ન ફેલાય તે માટે દિવસમાં ત્રણથી ચાર વખત તપાસ કરવાની રહેશે. રોગના કોઇ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક પશુપાલન વિભાગને જણ કરવાની સૂચના આપવામાં આવી છે. બર્ડ ફ્લૂ ફેલાવવા પાછળનું કારણ ઠંઠીની મોસમ છે. આ ઋતુમાં પક્ષીઓ પોતાનાં દેશમાંથી ઓછી ઠંઠી ધરાવતાં પ્રદેશોમાં સ્થળાંતર કરતાં હોય છે. આ સમયે બર્ડ ફ્લૂનું જાેખમ ઊભું થાય છે. આપણાં પોલ્ટ્રીફાર્મ સેફ છે. રાજ્યમાં હાલમાં એકપણ કેસ નથી. આમ છતાં સરકારની ગાઇડલાઇનને અનુસરવી જરૂરી છે.

ખેડાના નાયબ પશુપાલન અધિકારી ઉમાકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ચરોતરના પોલ્ટ્રીફાર્મમાં મરઘાંના બચ્ચાંઓની ચકાસણી સંબંધિત એજન્સી દ્વારા કરવામાં આવે છે. બર્ડના બચ્ચાંમાં કોઈ બીમારી છે કે નહીં તેની તપાસ પશુપાલન વિભાગના નિરીક્ષકો દ્વારા પણ કરાય છે. આપણાં પ.ોશી રાજ્ય રાજસ્થાન અને કેરળમાં બર્ડ ફ્લૂથી પક્ષીઓનાં મોતની ઘટનાને લીધે તકેદારીના પગલાંરૂપે ગુજરાત સરકારે પણ અલર્ટ જાહેર કર્યો છે.