પાદરા : આજે પાદરાના ડભાસા ગામે આવેલ તળાવના કિનારે સફેદ કાંકણસાર નામના એકજ જાતિના ૨૦ પક્ષીઓ નાં શંકાસ્પદ મોત થયેલા નજરે પડ્યા હતા. તળાવ માં એક સાથે ૨૦ જેટલા પક્ષીઓના મોતને બર્ડ ફ્લુ ને લઇ શંકા કુશંકા ઉભી થવા પામી હતી. તમામ મૃત પક્ષીઓના સેમ્પલ લઇ તપાસ અર્થે પુનાની વાયરોલોજી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. 

આની જાણ ડબલ્યુઆરટી સંસ્થા ના રાકેશભાઈ ને ઘટના સ્થળે પહોચ્યા હતા અને વન ફોરેસ્ટર ને જાન કરી હતી. તેમજ પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકીભાઈ પણ પહોચ્યા હતા. જેને પગલે ફોરેસ્ટર રાજુભાઈ ચૌધરી એ તેમની ટીમ સાથે ડભાસા તળાવ કિનારે પહોચી જઈ મૃત અવસ્થામાં પડેલ ૨૦ સફેદ કાકનસાર ને એકત્રિત કરી પાદરા પશુ દવાખાને ખસેડાયા હતા. જ્યાં તમામ મૃત પક્ષીઓના સેમ્પલ લઇ પુનાની લેબ માં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા અને પક્ષીઓના મૃતદેહનો ઊંડા ખાડા ખોદી કેમિકલનો છંટકાવ કરી પબ્લિકસીટી થી દુર ઘાયજ પાસે આવેલ નર્સરીમાં નિકાલ કરવામાં આવ્યો હતો.આ અંગે પશુ ચિકિત્સક ડો.એ.જે.પટેલે કહ્યું હતું કે આજે બપોરે ડભાસા તળાવ ખાતે મૃત અવસ્થામાં મળી આવેલ ૨૦ પક્ષીઓના સેમ્પલો લેવામાં આવ્યા છે અને જે તમામ સેમ્પલો ને પુનાની વાયરોલોજી લેબમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે ત્યાર બાદ જ કહી શકાય કે આ પક્ષીઓના મોત બર્ડફ્લુ થી થયા છે કે અન્ય કોઈ રીતે તે જાણી શકાશે. તમામ પક્ષીઓના મૃત દેહ ને જાહેર જગ્યા થી દુર ઊંડા ખાડામાં કેમિકલ નો છંટકાવ કરી નિકાલ કરવામાં આવ્યો છે.

પાદરા તાલુકામાં શીયાડામાં વિદેશી તેમજ અન્ય રાજ્યો ના અને સ્થાનિક પક્ષીઓનો વધારો જાેવા મળે છે. પાદરા તાલુકાના વિવિધ ગામોમાં શિયાળાની ઋતુ શરૃ થાય કે તરત દુર-દુર થી અનેક પ્રજાતિ ના પક્ષીઓનાં મહેમાન ગતિનું આગમન શરૃ થઈ જાય છે. છેલ્લા ૨૦ વર્ષથી આ પક્ષીઓ પાદરાના લુણા, મુવાલ, માસર, ડભાસા જેવા વિવિધ ગામો ના તળાવોમાં આ પક્ષીઓ પ્રજનન અર્થે આવતા હોય છે. જે પક્ષીઓ શિયાળા દરમિયાન પોતાના માળામાં ઇંડા મૂકી તેને સેવીને બચ્ચાઓનો ઉછેર કરતા હોય છે.