ગાંધીનગર-

કોરોના બાદ હવે બર્ડફ્લૂની દહેશત જાેવા મળી રહી છે. ત્યારે, બર્ડફ્લૂને લઈને અપાયેલા એલર્ટ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. આજે ગાંધીનગર ખાતે એપેડેમિક સેલની તાત્કાલિક બેઠકનું આયોજન થયુ હતુ. રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂને લઈને એલર્ટ આપવામાં આવ્યુ છે. આજની બેઠક બાદ આવતીકાલે રાજ્યના તમામ ડીડીઓ-કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ શકે છે.