અમદાવાદ-

બર્ડ ફ્લૂ આફત ધીમે ધીમે રાજ્યમાં પોતાનો પગ પેસારો કરી રહી છે. કોરોના મહામારી હજુ તો માંડ માંડ હાંફી છે ત્યાં એક નવી આફતનના ભણકારા વાગવા માંડ્યા છે. તાપીના નવા ઉચ્છલ ખાતે બર્ડફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે. નેશનલ પોલટ્રી ફાર્મ ખાતે મોકલેલા મરઘાંના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. બર્ડફ્લૂની દહેશતના કારણે અંદાજે 17 હજાર જેટલા પક્ષીઓનો નાશ કરવામાં આવશે, જોકે, જિલ્લા બહારથી ટીમ આવશે ત્યાર બાદ આગળની કામગીરી હાથ ધરાશે.