વડોદરા, તા.૧૫ 

કોરોના મહામારી સાથે બર્ડ ફ્લૂના કહેર વચ્ચે તાજેતરમાં શહેર નજીક સાવલીના વસંતપુરા ગામે કાગડાઓના મૃત્યુની ધટનામાં બર્ડ ફ્લૂનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ કરજણના કિયા ગામે ૫૭ કબૂતર,સિંધરોટ ખાતે મરધા અને રિલાયન્સ ટાઉનશીપ ખાતે મોરના મૃત્યુની ઘટનાઓ

બની હતી.

ત્યાર બાદ આ પક્ષીઓના સેમ્પલો ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા.પરંતુ તમામનો રીપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

વહિવટી તંત્ર તેમજ શહેરીજનોને એક હાશકારો થાય એવા સમાચાર મળ્યા છે.વડોદરા જિલ્લાના વિવિધ સ્થળો એ તાજેતરની પક્ષી મરણ ઘટના નો લેબ રિપોર્ટ બર્ડ ફ્લૂ નેગેટિવ આવ્યો છે.અગાઉ ફક્ત સાવલી તાલુકાના વસનપુરાની ઘટનામાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે નાયબ પશુપાલન નિયામક ડો.પ્રકાશ દરજી એ જણાવ્યું કે તાજેતરમાં કરજણ તાલુકાના કિયા ગામે ૫૭ કબૂતર, અટાલી ગામે ૨૨ કબૂતર,રિલાયન્સ ટાઉનશિપમાં ૨ મોર અને સિંધરોટ ગામે મરઘાં ઉછેરના વાડામાં મરઘાં ના મરણ ની ઘટનાઓ બની હતી. મૃત પક્ષીઓના સેમ્પલ ચકાસણી માટે ભોપાલ ની પશુ રોગ રાષ્ટ્રીય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. પરીક્ષણમાં આ તમામ સેમ્પલ બર્ડ ફ્લુ નેગેટિવ જાહેર કરવામાં આવ્યાં છે.