ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડૉ. ડબ્લ્યુ. જી. ગ્રેસને ક્રિકેટના પિતામહ ગણવામાં આવે છે. આજે 18મી જુલાઈએ તેમનો જન્મદિવસ છે. 1848માં આ દિવસે તેમનો જન્મ થયો હતો. ગ્રેસ વિશે ઘણી માન્યતાઓ છે અને સાથે સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે નોંધાવેલા રેકોર્ડ વિશે તો એમ કહેવાય છે કે તેમના તમામ રેકોર્ડ જથ્થાબંધમાં જ હતા. સાથે સાથે ગ્રેસ વિશે લોકવાયકાઓ પણ ઘણી છે.