અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંતર્ગત 6 મહાનગરપાલિકાઓમાં ફોર્મની ચકાસણી થઈ ચૂકી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ફોર્મ ચકાસણી પણ પૂર્ણ થઈ છે. જેમાં 10 બેઠકો પર ઉમેદવારોનાં ફોર્મ રદ થતાં ભારતીય જનતા પાર્ટી આજે સોમવારે તે બેઠકો પર બિનહરીફ જીતી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કુલ 27 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો હતો. જે સાથે 37 બેઠકો પર ભાજપને કોઈ પણ જાતનાં વિરોધ વગર જ વિજય મળ્યો છે.


સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસાકસી જામશે તેમ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી હજુ નવી છે, જ્યારે કોંગ્રેસને તો હજુ ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કેટલીય બેઠક ઉપર બિનહરીફ જાહેર થઈ રહ્યા છે. આજે સોમવારે 10 બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવ્યું છે.