વલસાડ, આવનાર ૨૮ મી તારીખે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી યુદ્ધ માં વિજય મેળવવા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો એડી ચોંટી નું જાેર લગાડી રહ્યા છે ઉમેદવારો પ્રજા ને પોતાના તરફ મતદાન કરવા માટે પ્રચાર માં જાેડાયા છે ત્યાં વળી જિલ્લા માં કેટલીક બેઠકો પર હરીફ ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપી ઉમેદવાર બિનહરીફ થયા છે. વાપી તાલુકા પંચાયતની ૫ બેઠકો અને એક જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિન હરીફ વિજેતા જાહેર થયા છે. વાપી તાલુકામાં આવતી વલસાડ જિલ્લા પંચાયતની પણ એક બેઠક ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. વાપી તાલુકા પંચાયત ની બલીઠા ૧ પર રજનીકાંત પટેલ, બલીઠા ૨ પર બેઠક પર સરસ્વતી બેન પટેલ, છીરી ૧ બેઠક પર જગદીશ હળપતિ, લવાછા બેઠક પર વાસંતીબેન પટેલ,અને રાતા બેઠક પર ગીતાબેન પટેલ એમ પાંચ તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સાથે જિલ્લા પંચાયતની છરવાડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર મીતેશ ભાઈ પટેેેલ સામે કોઈ ઉમેદવાર ન રહેતા તેવો પણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વલસાડ તાલુકા પંચાયત ના લીલાપોર બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર ઉમેદવારી ખેંચી લેતા ભાજપી ઉમેદવાર આશિષ ગોહિલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હાલ તો જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિવિધ પત્રો વચ્ચે જંગની તૈયારી થઇ ચૂકી છે.

ભાજપને હરાવવા કોંગ્રેસે અપક્ષને ટેકો કર્યો

ટંડેલ સમાજ ના વર્ચસ્વ વાળા વલસાડ તાલુકા પંચાયતની દાંતી કકવાડી બેઠક પર ભાજપના ઉમેદવારને હરાવવા માટે ટંડેલ સમાજના અપક્ષ ઉમેદવારના સમર્થનમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ગિરીશ ટંડેલે ઉમેદવારી પત્ર પરત ખેંચતા રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. કોઇપણ ભોગે આ બેઠક પર ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને અપક્ષે હાથ મિલાવ્યા છે.