લીમખેડા

લીમખેડા તાલુકા પંચાયતની ૨૪ પૈકી ૨ બેઠકો બિનહરીફ થતાં ૨૨ તાલુકા પંચાયતોની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી મોડેલ શાળા માં શરૂ થઈ હતી ૨૩ બેઠક ભાજપે કબજે કરતા લીમખેડા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો હતો ચીલાગોટા( ૨) ના ઉમેદવાર અપક્ષ તરીકે બાજી મારતા વિજેતા ઉમેદવારોને જાહેર કરાતા જિલ્લા પંચાયત ની પાંચ એ પાંચ બેઠકો ફાળે જતા ઉપસ્થિત હજારો સમર્થકોએ વિજય નારા પોકાર્યા હતા જેમાં. (૧) અગાર (ઉ) ખાતે ભાજપાના તાલુકા પંચાયતના કવિતાબેન બાબુભાઇ રાવત ૨૦૩૭ મત, (૨)ચડીયા તાલુકા પંચાયત ના ભાજપ ના ઉમેદવાર ગમીરભાઈ સાઈબા ભાઈ પરમાર ૨૦૧૩ મત મળ્યા, (૩)ચીલાકોટા (એક) ઉમેદવાર બચુભાઇ ગલા ભાઈ તડવી . ને ૧૯૦૪ મત મળ્યા, (૪)દાભડા તાલુકા પંચાયત બેઠક બીજેપી કાગડી બેન પર્વત ભાઈ બારીયા ને ૨૧૦૯ મત મળ્યા, (૫)દાતિયા તાલુકા પંચાયત ભાજપ બેઠક કાંતાબેન ગોપાલભાઈ ડામોર ને ૨૦૧૨, મત મળ્યા, (૬)દુધિયા તાલુકા પંચાયતના ભાજપ કોકીલાબેન નરવતભાઈ ડાંગી ને ૨૩૦૩ મત મળ્યા, (૭)જાદાખેરીયા બેઠકના ભાજપના રક્ષાબેન સંજયભાઈ બામણીયા ૧૮૨૫ મત મળ્યા. ,(૮) જેતપુર ભાજપાના ઉમેદવાર મીનલ બેન દિવ્યાંગ ભાઈ રાવત ને ૨૫૩૦ મળ્યા, (૯)જુનાવડીયા બેઠકના ઉમેદવાર ઈલાબેન બાલમુકૂન નિનામા ને ૨૩૩૦ મત મળ્યાહતા.