વડોદરા : વડોદરા શહેરમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ અને ગુજરાતના પ્રભારીએ ભાજપ સાથે હાથ મિલાવીને આગામી ચૂંટણીઓમાં સોદાબાજી કરીને ખેલ પાડતા ગાંધીજી આંસુ સારવા લાગ્યા છે. એવા હોર્ડિંગો અને બેનરો લાગતા ચૂંટણીના વાતાવરણમાં રાજકીય પક્ષો ગરમાવટ લાવે એ પહેલા જ જબરજસ્ત વિવાદ થવા પામ્યો છે. કોંગ્રેસ કયા કારણસર સત્તાથી દૂર રહે છે. એના કારણનો પર્દાફાશ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરીજનોમાં અને શહેરના બુધ્ધીજીવીઓમાં પણ આ હોર્ડિંગ્સને લઈને ચર્ચાઓ થવા લાગી છે. જેમાં એવો સુર ઉઠવા પામ્યો છે કે, જાે આ બાબત સાચી હોય તો શરમજનક છે. એવી લાગણીઓ વ્યક્ત કરાઈ રહી છે. જે હોર્ડિંગ્સને લઈને આ વિવાદ ઉઠવા પામ્યો છે.જેમાં ભાજપને સોદાબાજી કરનાર અને કોંગ્રેસને વેચાનાર પક્ષ તરીકે ચીતરવામાં આવ્યા છે.એ હોર્ડિંગ્સમાં ગાંધીજીનો રડતો ચહેરો દર્શાવવામાં આવ્યો છે. એની નીચે માત્ર બેજ લીટીમાં ઘણું બધું વર્તમાન સાંપ્રત રાજકારણ વિષે કહી દેવામાં આવ્યું છે. જે બંને પક્ષને માટે શરમજનક બાબત હોવાનું ચર્ચાય છે. આ હોર્ડિંગમાં લખેલા શબ્દો ઘણું બધું કહી જાય છે. જે હૃદયને સોંસરવા આરપાર નીકળી જાય એવા છે. આ શબ્દો “ હે રામ, સત્ત્વ-ચાવડા-ભરતકી ભાજપાસે મેલ, રો ગયે “ગાંધી” તેરા દેખકે ખેલ !”. આમ થોડામાં ઘણુંબધું કહી જતા આ હોર્ડિંગ્સના શબ્દો કોઈ કલાકારે કે કવીએ અંતરથી લાખ્યાકયા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે.એનું વિઝયુલાઈઝેશન કાબીલે દાદ હોવાનું પણ શહેરના બુદ્ધિજીવીઓ માની રહ્યા છે. જે પણ હોય એ પરંતુ જાે આ હકીકત સત્ય હોય તો શરમજનક હોવાનું કોંગ્રેસ અને ભાજપ બંનેવ માટે હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. જેઓના નામનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જેઓએ ભાજપાની સાથે સોદાબાજી કર્યાનું હોર્ડિંગ્સના ટુકા લખાણમાં જણાવવામાં આવ્યું છે. એમાં ગુજરાતમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી- જીપીસીસીના પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ શસક્ત ઉમેદવારો સામે નબળા ઉમેદવારો મુકયા હોવાની ચર્ચા છે.