દાહોદ

ખૂબ જ લાંબા ઇંતેજાર બાદ ભાજપ દ્વારા ગત રાતે દાહોદ નગરપાલિકા દાહોદ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની ચૂંટણીના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાતા અને તેમાં મોટા ભાગના જૂના જાેગીઓનું પત્તુ કપાતા ભાજપમાં ભડકો થવા પામ્યો હતો અને જૂના જાેગીઓમાંના કેટલાકે ભાજપ સાથેનો છેડો ફાડી કોંગ્રેસનો દામન પકડી ટિકિટની માંગણી કરી છે. તો કેટલાક અસંતુષ્ટોએ બળવો કરી આ પક્ષમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. જે જાેતા આ વખતની નગરપાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસી રહેવાની પ્રબળ આશંકાઓ છે.

 દાહોદ નગરપાલિકાની કુલ ૯ વોર્ડની ૩૬ બેઠકો માટે ભારતીય જનતા પક્ષે પોતાના ત્રણ નવા નિયમોને ધ્યાને લઇ પોતાના ૩૬ ઉમેદવારોની યાદી ગત રાતે જાહેર કરી હતી. જ્યારે કોંગ્રેસે તો આજે બપોર સુધી પણ પોતાના ઉમેદવારોની યાદી બાર પડી નથી અને કોંગ્રેસ છેલ્લી ઘડીએ યાદી બહાર પડશે તેવા પણ ગણિત મંડાઈ રહ્યા છે. ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં મોટા ભાગના જૂના જાેગીઓના પત્તા કપાતા તેઓ નારાજ થયા હતા ગઈકાલે ભાજપની ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ ભાજપમાં ભડકો થયો હતો. ભાજપે આ વખતે રાજસ્થાની મારવાડી સમાજના ઉમેદવારોની ધરાર અવગણના કરતા રાજસ્થાની મારવાડી સમાજ નારાજ થયો હતો અને ગત રાતે જ ૫૫૦ પરિવાર ધરાવતા રાજસ્થાની મારવાડી સમાજની યોજાયેલી મિટિંગમાં ભાજપનો વિરોધ કરવાનો સર્વાનુમતે ર્નિણય લેવાયો હતો અને રાજસ્થાની મારવાડી સમાજના ૧૫૦થી વધુ આગેવાનોએ ભાજપમાંથી રાજીનામું મુકતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આયાતી ઉમેદવાર ઠોકી બેસાડતા નારાજ ડગર સમાજે વોર્ડ નંબર સાતમાં આવેલાના ડરવાના તથા વોર્ડ નંબર નવમાં આવેલ મોટા ડગરવાડમાં ભાજપના કોઇ પણ ઉમેદવારોએ પ્રવેશ કરવો નહીં એવા મતલબનું બોર્ડ મૂકી ભાજપમાં ભારે વિરોધ કર્યો છે.