સુરત-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપની સંસદીય સમિતિએ પ્રાદેશિક સ્તરે કયા નેતાઓને તક આપવી એ બાબતે નિર્ણય કરીને બંધ કવરમાં નામો સુપરત કર્યા હતા તે પૈકી બુધવારે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓના હોદ્દેદારોને જાહેર કરાયા હતા. આજે સવારે એટલે કે, શુક્રવારે સવારે રાજકોટ અને જામનગરમાં બાકીના હોદ્દેદારોને કે કોર્પોરેટરોને જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે સુરતના કોર્પોરેશનના હોદ્દેદારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

આ યાદી અનુસાર સુરતમાં  ભાજપના મહિલા ઉમેદવાર હેમાલી બોઘાવાલા ઉપર મેયર તરીકેની પસંદગીનો કળશ ઢોળાયો છે જ્યારે નાયબ મેયરપદે દિનેશ જોધાણીને તક અપાઈ છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની પસંદગી કરાઈ છે અને પક્ષના નેતાપદે અમિતસિંહ રાજપૂતને પસંદ કરાયા છે. શહેર કોર્પોરેશનમાં દંડકની જવાબદારી વિનોદ પટેલને સોંપવામાં આવી છે.