વડોદરા : વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ગોપાલસિંહ ટાટોરે એક હજાર ઉપરાંત ચાર ગામના કાર્યકરો સાથે ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ભાજપના ઉપપ્રમુખપદે હોવા છતાં સતત અવગણના કરવામાં આવતા નારાજ થયેલા ગોપાલસિંહ પાયાના કાર્યકરો પૈકીના એક છે. જેઓએ લોહીપાણી એક કરીને ભાજપનો ભગવો લહેરાવવાને માટે અને જિલ્લામાં ભાજપને અગ્રસ્થાને લઇ જવાને માટે તનતોડ મહેનત કરી છે. તેમ છતાં સતત અવગણનાથી તંગ આવી જઈ થોડા દિવસો અગાઉ ભાજપને રામ રામ કાર્ય હતા. એક તરફ જિલ્લા ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ જાેડાય એ પહેલા કોંગ્રેસમાં જાેડાવવાનો ર્નિણય લેનાર ગોપાલસિંહનો કોંગ્રેસમાં પ્રવેશનો ભવ્યાતિભવ્ય સમારોહ નવમી જાન્યુઆરીની આસપાસ યોજાનાર હતો. પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી માધવસિંહ સોલંકીના અવસાનને લઈને એને મુલતવી રાખવામાં આવ્યો હતો. પરંતુ આજે જિલ્લા કોંગ્રેસના દેણા ખાતે આવેલા કાર્યાલયમાં કોરોનાઅને લઈને નજીવા કાર્યકરોની સાથે ગોપાલસિંહે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જેને લઈને ભાજપના ઘડમાં મોટું ગાબડું પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ ભાજપમાં પ્રવેશ મેળવવાને માટે પેદા પડી થઇ રહી છે. ત્યારે બીજી તરફ ખુદ ભાજપના જિલ્લાનાં ઉપપ્રમુખ ભાજપનો મોહ ઉતરતા કોંગ્રેસમાં જાેડાતા ભાજપના અગ્રણીઓના પગ નીચેથી ધરતી સરી ગઈ છે. તેમજ ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના અગ્રણીની સાથોસાથ આગામી દિવસોમાં એમના ભાજપના સમર્થકો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જાેડાનાર છે. જેને ડેમેજ કંટ્રોલ કરવાને માટે ભાજપના જિલ્લાના અગ્રણીઓએ કરેલા પ્રયાસો ધરાર નિષ્ફળ નીવડયા છે. એ જાેતા આગામી દિવસોમાં જિલ્લાઆમાં ભાજપનો ભગવો લહેરાવવાના સપના જાેનાર જિલ્લા ભાજપને માટે ચૂંટણીઓ પહેલા જ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાવા પામી છે. ભસજાપના જિલ્લાનું શાસન મેળવવાના સપના ચકનાચૂર થતા જાેવા મળતા પાયાના અગ્રણીઓમાં એને લઈને ચળભળાટ જાેવા મળી રહ્યો છે. એક તરફ ભાજપમાં આને લઈને માતમ છવાઈ ગયો છે. જયારે બીજી તરફ કોંગ્રેસમાં ખુશીનો માહોલ સર્જાવા પામ્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસમાં હજુ વધુ કાર્યકરો ભાજપને છોડીને કોંગ્રેસમાં રાજ્યભરમાંથી જાેડાનાર છે એમ સિદ્ધાર્થ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું.