મુંબઈ-

ફેમસ ફિલ્મ અભિનેતા અને પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ કોરોના પોઝિટિવ આવ્યા છે. પ્રદેશના સ્વાસ્થય સચિવ અમિતાભ અવસ્થીએ મંગળવારે સની દેઓલના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ કરી હતી.64 વર્ષીય બૉલિવૂડ એક્ટર દેઓલ ગત્ત દિવસોમાં મુંબઇ ખંભાની સર્જરી કરાવ્યા બાદ મનાલી આવ્યા હતા. લગભગ એક મહીનાથી દશાલ ગામમાં રહી રહ્યા હતા. તેમની સાથે પરિવારના સભ્યો પણ આવ્યા હતા, જે મુંબઇ પરત ફર્યા હતા. સની દેઓલ આજે બુધવારના રોજ મુંબઇ પરત ફરવાના હતા, પરંતુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે ડૉકટરોની સલાહ પર પોતાને હોમ ક્વોરન્ટાઇ કર્યા છે. ફિલ્મ અભિનેતા સની દેઓલ કોરોનાથી સંક્રમિત થયા છે. મંગળવારે મુંબઇ પરત ફરતા પહેલા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોતે હોમ ક્વોરન્ટાઇન થયા છે. અભિનેતા લગભગ એક મહીનાથી કુલ્લુના દશાલ ગામમાં રહી રહ્યા હતા.