સુરત,તા.૨૪ 

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ પ્રથમવાર સુરત આવી રહ્યાં છે. પક્ષ પ્રમુખના સ્વાગત સાથે કાર રેલીનું શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પણ કોરોનાની સ્થિતિ જાેતા સ્વાગત રેલી રદ્દ કરવામાં આવી છે. એક કિમી લાંબા ધ્વજ અને રેલીઓ સાથે કાર્યકરો વાલક ખાતે પહોંચ્યા હતાં. પાટીલનું સ્વાગત થાય અને રેલી નીકળે એ અગાઉ જ ફોટો સેશનમાં મસ્ત બનેલા કાર્યકરો અને ધારાસભ્યોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા હતાં.માઈકમાં જાહેરાત કરવા છતાં ફોટો સેશનમાં મગ્ન બનેલા લોકો જાણે મોતાની ધૂનમાં મસ્ત હોય તેમ કોરોનાને ભૂલી જઈને ફોટો બાજીમાં વ્યસ્ત રહ્યાં હતાં.

નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણી બાદ સી.આર. પાટીલ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાગતને લઈને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કાર રેલી શરુ થાય તે પહેલા જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જાેવા મળ્યા હતા. લોકોએ માસ્ક પણ બરોબર પહેર્યા ન હતાં. કાર્યકરો સામાન્ય સ્થિતિની જેમ જ જાેવા મળતાં માઈકમાં અનાઉસમેન્ટ પણ કરવું પડ્યું હતું. આટલું તો ઠીક પણ લોકોને સમજાવતા ધારાસભ્યોએ પણ કાયદાની ધજીયા ઉડાવી દીધી હતી. ધારાસભ્ય સંગીતા પાટીલ, મુકેશ પટેલ, સહિતના ધારાભ્યોએ એક સાથે ઉભા રહી ફોટો સેશન પણ કરાવ્યું હતું.

કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ રેલી રદ્દ કરાઈઃપાટીલ

પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ સુરત મહાનગર તેમજ સુરતના ભાજપના ધારાસભ્યઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું. સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી. પરંતુ કાર્યકરોનો,સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે. તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ્દ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ. પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો,સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઇચ્છતા નથી. ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.

આવતી કાલે યોજાનારી નવસારી-મરોલીની રેલી પણ રદ્દ કરાઈ

સી આર પાટીલ નવસારીના સાંસદ હોય તેમનો મોટાભાગે કાર્યક્ષેત્ર નવસારી વિસ્તારમાં છે અને કાર્યકરોના ઉત્સાહ ને લઈને આવતીકાલે નવસારીમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીલ પક્ષ પ્રમુખ બનતા આજે યોજાનારી રેલી અને આવતીકાલની નવસારી ની રેલી. આ બન્ને રેલીઓને પણ રદ્દ કરવાની સીઆર પાટીલે જાહેરાત કરી હતી.