સુરત-

મહાનગરપાલિકા બાદ ભાજપે હવે નગરપાલિકા અને પંચાયતો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જાે કે આ યાદી જાહેર થતાં જ કેસરિયા પક્ષમાં કકળાટ અને કજિયાએ ઘર કરી લીધું છે. આવું થવું પણ સ્વાભાવિક છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાં પહેલાં જ તે માટેના નિયમો જાહેર કર્યાં હતાં. અને આ નિયમો અનુસાર ઘણા જુના જાેગીઓને ટીકીટ નથી મળી. ટીકીટ નહિ મળતા આ જુના જાેગી હવે નારાજ થયા છે. અને કોંગ્રેસ કે આપ ના સહારે જઈ રહ્યા છે. અથવા અપક્ષ ઉમેદવારી નોધાવી રહ્યા છે. ગુજરાત માં જુદાજુદા સ્થળે ટીકીટ નહિ મળતા નેતા કોંગ્રેસમાં જાેડાયા હોય તેવો ઘાટ પણ સર્જાયો છે.

તો કયાંક સંગઠન સાથે વર્ષોથી જાેડાયેલા નહિ બોલી શકતા નેતાઓની આંખમાં જળજળીયાપણ આવી ગયા હતા. ખાંભા, બારડોલી, મહેસાણા અને વેરાવળમાં ઉલટી ગંગા જાેવા મળી હતી અને ટિકિટ માટે અપેક્ષિત હોવા છતાં ઉપેક્ષિત થયાની લાગણીના કારણે ભાજપ છોડી અન્ય પક્ષની વાટ પકડી હોવાની ઘટનાઓ સામે આવી હતી. હવે તેમાં જુનાગઢ જીલ્લાનો પણ ઉમેરો થયો છે. જુનાગઢ ના માંગરોળમાં ભાજપમાં ભડકો થયો છે. ભાજપ પ્રમુખ રામજીભાઈ ચુડાસમા એ ભાજપ સાથે છેડો ફાડયો છે અને પોતાના ૫૦૦ જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપને અલવિદા કરી દીધું છે. આ ઉપરાંત અન્ય એક કિસ્સામાં અપક્ષ ઉમેદવાર તરીકે શીલ જિલ્લા પંચાયતમાં પોતાના પત્નીની ઉમેદવારી નોંધાવી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટની ફાળવણીને લઈને કાર્યકરો નારાજ હતા. તો બીજી તરફ સ્થાનિક ભાજપના જૂના કાર્યકરોની અવગણના કરી હોવાનો આક્ષેપ પણ લગાવ્યા છે.