રાજકોટ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપની સંસદીય સમિતિએ પ્રાદેશિક સ્તરે કયા નેતાઓને તક આપવી એ બાબતે નિર્ણય કરીને બંધ કવરમાં નામો સુપરત કર્યા હતા તે પૈકી બુધવારે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાઓના હોદ્દેદારોને જાહેર કરાયા હતા. આજે સવારે એટલે કે, શુક્રવારે સવારે રાજકોટ અને જામનગરમાં બાકીના હોદ્દેદારોને કે કોર્પોરેટરોને જાહેર કરવામાં આવ્યા છે. 

જે હોદ્દેદારોની જાહેરાત થઈ છે તેમાં રાજકોટ મહાનગર પાલિકાના મેયર તરીકે ડો પ્રદિપ ડવને પસંદ કરાયા છે જ્યારે મહિલા ઉમેદવાર દર્શિતા શાહને નાયબ મેયર તરીકે તક મળી છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુસ્કર પટેલ બાજી મારી ગયા છે. પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાને તક આપવામાં આવી છે.  

બીજીબાજુ, જામનગરમાં મહિલા ઉમેદવાર બીનાબેન કોઠારીને મેયરપદ મળ્યું છે જ્યારે મનીષ કટારીયાને ચેરમેન બનાવાયા છે. શહેરના નાયબ મેયર તરીકે તપન પરમાર અને કોર્પોરેશનમાં પક્ષના નેતાપદે કુસુમબેન પંડ્યાની વરણી કરવામાં આવી છે. પક્ષના દંડકની ફરજ કેતનભાઈ શાહ દ્વારા અદા કરવામાં આવશે.