અરવલ્લી : આજ રોજ અરવલ્લી જિલ્લા ના માલપુર તાલુકા ખાતે “ભાજપા યુવા મોરચા” ના આગામી કાર્યક્રમો અંગે ની બેઠક સર્કિટ હાઉસ માં યોજવા માં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી દર્શકભાઈ ઠાકર, પ્રદેશમંત્રીશ્રી હીમાંશુભાઈ પટેલ, યુવા મોરચા જિલ્લા પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ, જિલ્લા પ્રભારી રોહિતભાઈ સાધુ, યુવા મોરચા પ્રભારી દેવલ ત્રિવેદી, જિલ્લા ઉપપ્રમુખ નરેશ પટેલ, જિલ્લા મંત્રી/માલપુર પ્રભારી અમીષ પટેલ તેમજ યુવા મોરચા ના માલપુર તાલુકા ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં..કાર્યક્રમ ના અંતે યુવા મોરચા પ્રમુખ હર્ષુ પંડ્યા દ્વારા આભારવિધિ કરવા માં આવી હતી.