શહેરા

શહેરા તાલુકાના ડોકવા ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ ગીતાબેન રાકેશ ચોહાણ ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પાર્ટી માથી તાલુકા પંચાયત ની ઉમરપુર તાલુકા બેઠક પર ટીકીટ આપી હતી.આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરી નો જંગ જામશે તેમ લાગી રહયુ હતું. ઉમરપુર તાલુકા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર સુમિત્રા બેન ના ઉમેદવારી પત્ર મા દરખાસ્ત કરનાર એ વાઘો ઉઠાવતા કોંગ્રેસ ના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થતા ભાજપ ની ૨૯વર્ષીય ગીતા બેન રાકેશ કુમાર ચોહાણ બિન હરીફ થયા હતા. આ વખત ની ચૂંટણી મા ફરી આ બેઠક પર ભાજપ નો કેસરીયો લહેરાતા ભાજપ અગ્રણી પર્વત સિંહ ચોહાણ,ભાજપ પ્રમુખ મગન ભાઈ પટેલીયા અને કાર્યકરો મા ખુશી જાેવા મળી હતી.ભાજપ અગ્રણીઓ એ બિન હરીફ થયેલ ગીતા બેન ચોહાણ ને મો મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા.જ્યારે ઉમરપુર બેઠક પર બિન હરીફ થતા ગીતા બેન એ જણાવ્યું હતું કે તેઓ ડોકવા ગ્રામ પંચાયત ના સરપંચ પદ પરથી રાજીનામું આપશે