શહેરા, તા.૩૦      

જિલ્લા સમાહર્તા અમિત અરોરાની સૂચના અન્વયે શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને હાલોલ જી.આઈ.ડી.સી માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રકારના કેમ્પ યોજવા નો હેતુ એટલો જ છે કે સગર્ભા મહિલાઓ, કુપોષિત બાળકો જેમનામાં લોહીનું પ્રમાણ ઓછું છે અથવા તો અકસ્માત સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહીની તાતી જરૂર ઉભી થતી હોય છે ત્યારે કામ લાગે. મંગળવારના રોજ શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૧૦ વાગ્યે શરૂ થયેલા કેમ્પમાં બપોરના ૪ વાગ્યા સુધીમાં ૬૮ જેટલા બ્લડ યુનિટ એકત્રિત થયા હતા તો હાલોલ જી.આઈ.ડી.સી.માં પણ ૧૮ જેટલા બ્લડ યુનિટ મળી કુલ ૮૬ જેટલા બ્લડ યુનિટ એકત્રિત થયા હતા.

કેમ્પ દરમિયાન સોસીયલ ડિસ્ટનસિંગ ની જાળવણી પર પૂરો ભાર મૂકવામાં આવ્યો હતો.કેમ્પમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો અશ્વિન રાઠોડ ઉપસ્થિત રહયા હતા જ્યારે કે જિલ્લામાં થી જિલ્લા આરોગ્ય અધિકારી ડો સુરેન્દ્ર જૈન ની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને પ્રયાસને આવકારવામાં આવ્યો હતો.