વડોદરા  -

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિારીની કચેરી અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે સમિતિ સંચાલિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા વારસિયા રિંગ રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાંસદ રંજનબેન ભટ્ટ, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ, સમિતિના અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ, ઉપાધ્યક્ષ નલીનકુમાર ઠાકર, સમિતિના વિપક્ષી સભ્ય નરેન્દ્રભાઈ જયસ્વાલ અને સમિતિના સભયો જિલ્લા શિક્ષણાધિકારી ડો.યુ.એન.રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી, શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષક સંઘના પ્રમુખ રાજેશભાઈ પારેખ, મંત્રી પીનાકીનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની મહામારીમાં બ્લડ ડોનેટ કેમ્પમાં ૧૦૦ ઉપરાંત બોટલ બ્લડ ડોનેટ કર્યું હતું. મહાનુભાવો ઉપરાંત વડોદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ અનિલભાઈ પટેલ, મંત્રી લાલભાઈ રાવલ, જિલ્લા સંઘના પ્રમુખ રણજિતસિંહ પરમાર, ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ, બીઆરસી પીયુષભાઈ પટેલ, મુકેશભાઈ શર્મા સીઆરસી સાવલી ઉપસ્થિત રહ્યા હતા. કવિ દુલા કાગ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જિગરભાઈ ઠાકરે સમગ્ર આયોજન સંભાળ્યું હતું.