સુરત-

કોરોના મહામારીના કારણે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ ઓનલાઈન શિક્ષણ કેટલાક વિદ્યાર્થીઓ માટે માથાનો દુઃખાવો સાબિત થયું છે. શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના બોર્ડના પેપરોનું માળખું તૈયાર કરી દીધું છે. હવે તો તૈયારી કરવા માટે પણ ઓછો સમય વધ્યો છે. ઓનલાઈન શિક્ષણમાં કંઈ ખબર ન પડી હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો. કારણ કે, વિદ્યાર્થીઓનું માનવું છે કે, ઓનલાઈન અને શાળામાં ભણાવવું એ બંને તદ્દન અલગ વાત છે.

વિદ્યાર્થીઓ હવે ઓફલાઈન ક્લાસનો સમય વધારવાની માગ કરી રહ્યા છે. હાલ, ગુજરાતમાં ધોરણ 9થી 12ના ક્લાસ શરૂ થઈ ગયા છે, પરંતુ વિદ્યાર્થીઓને 3થી 4 કલાક જ શિક્ષણ આપવામાં આવે છે. હવે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસથી મૂંઝવણમાં પડી ગયા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બોર્ડના પેપરોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 અને 12ના ધોરણોની વાત કરવામાં આવે તો 12 આર્ટ્સ અને કોમર્સમાં તમે 30 માર્ક્સના વૈકલ્પિક સવાલો હશે. જોકે, ધોરણ 12 સાયન્સમાં પેહલાંની જેમ 50 માર્ક્સના વૈકલ્પિક પ્રશ્નો હશે અને બાકીના પ્રશ્નો જેમ હતા તેમ જ રાખવામાં આવ્યા છે. આ બધા જ પેપરોમાં પ્રશ્નો ખૂબ જ સરળ બનાનવામાં આવશે.