દિલ્હી-

બેન્ક ઓફ બરોડા એ હાલમાં પોતાના ગ્રાહકો માટે નવું નોટિફિકેશન જારી કર્યું છે. તે અનુસાર આગામી મહિનાની શરૂઆતથી ચેક પેમેન્ટ ના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. બેન્ક ઓફ બરોડાએ પોતાના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પર જાણકારી આપતા જણાવ્યું કે, ૧ જૂનથી બેન્ક પોઝિટિવ પે કન્ફર્મેશન ને ફરજીયાત કરવા જઈ રહી છે. તે હેઠળ જાે ૨ લાખથી વધુની ચુકવણી ચેક દ્વારા થાય છે તો ગ્રાહકોએ બીજીવાર કન્ફર્મેશન કરવું પડશે. આ પ્રક્રિયા પૂરી થવા પર ટ્રાન્ઝેકશન પૂરુ થશે. બાકી ચેક કેન્સલ થઈ જશે.

બેન્ક તરફથી જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું કે, ૫૦ હજારથી વધુ વેલ્યૂના ચેક માટે બેન્ક તરફથી કન્ફર્મેશન કરી શકાય છે. ગ્રાહક નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, બ્રાન્ચને ફોન કરી અથવા ૮૪૨૨૦૦૯૯૮૮ પર એસએમેસ કરી કન્ફર્મેશન આપી શકે છે. તે માટે બેનિફિશિયરીનું નામ, અમાઉન્ટ (રૂપિયામા), ચેકની તારીખ, એકાઉન્ટ નંબર્સમાં, ખાતા સંખ્યા અને ચેકની જાણકારી શેર કરવી જરૂરી છે.રિઝર્વ બેન્ક ના આદેશાનુસાર ચેક પેમેન્ટ દરમિયાન થતાં ફ્રોડ પર લગામ લગાવવાના ઇરાદાથી ગ્બ્ગ્‌ એ ૧ જાન્યુઆરી ૨૦૨૧ના સેન્ટ્રલાઇઝડ પોઝિટિવ પે સિસ્ટમ એટલે કે ને ઇન્ટ્રોડ્યૂસ કર્યું છે. ગ્રાહકોના ફાયદા માટે હવે તેને બેન્ક લાગૂ કરવા જઈ રહી છે. તેથી બેન્કે ગ્રાહકોને અપીલ કરી છે કે તે હાઈ વેલ્યૂ ચેક ટ્રાન્ઝેકશનને લઈને બેન્કને પહેલાથી બેનિફિશિયરી સંબંધી જાણકારી આપી દે. તેથી બેન્ક કિલયરિંગ સમયે ગ્રાહક પાસે બીજીવાર કન્ફર્મેશન ન લેવું પડશે.