વિરસદ : ગુજરાત ગૌરવ દિન નિમિત્તે પ્રાથમિક કક્ષાના નિબંધ લેખન સ્પર્ધામાં રાજ્યભરમાંથી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.‌ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અંતર્ગત સમગ્ર આણંદ જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો પણ જાેડાયાં હતાં. નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધા બાદ જાહેર કરાયેલાં પરિણામ મુજબ બોરસદ તાલુકાના બોચાસણ ગામની સરકારી પ્રાથમિક શાળાની દીકરી પરમાર શિલ્પા પ્રથમ નંબરે વિજેતા થવાનું ગૌરવવંતુ સન્માન મેળવીને આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ડો.એમ.આઈ. જાેેષી પ્રાથમિક શિક્ષણ નિયામકના હસ્તે ૨૫૦૦૦ નો ચેક પુરસ્કાર આપવામાં આવેલ છે. આણંદ જિલ્લા નું ગૌરવ ની સાથે સાથે સમગ્ર પરમાર સમાજનું પણ ગૌરવ વધારેલ છે. શાળા આચાર્ય અને શિક્ષકો અને વાલીઓ મંડળ દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.