દિલ્હી-

કેરળના કાલિકટ એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાની તપાસમાં ઉડ્ડયન કંપની બોઇંગ પણ સામેલ થશે. કાલિકટમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન બોઇંગ કંપનીનું હતું. આ અંગે ડીજીસીએએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ કરનારી ટીમ બોઇંગના સંપર્કમાં છે અને તેઓને પણ તપાસ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે.

ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન (ડીજીસીએ) અરુણ કુમારે જણાવ્યું હતું કે, આ બોઇંગ કંપનીનું વિમાન હતું અને વિમાનના ઉપકરણોના વાસ્તવિક ઉત્પાદક સમાન છે, તેથી અમારી તપાસ ટીમ તેમના સંપર્કમાં છે અને તેઓને તપાસમાં સામેલ કરવામાં આવશે.ડીજીસીએએ જણાવ્યું હતું કે બ્લેક બ બોક્સનું ટ્રાન્સક્રિપ્ટ અને એરો ટ્રાફિક કંટ્રોલ સાથે ક્રૂની ક્રિયાપ્રતિક્રિયા અને બનાવના અન્ય પુરાવા તપાસ ટીમે કબજે કર્યા છે અને ઓપચારિક તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લેક બક્સને ડીજીસીએ લેબમાં તપાસ માટે લઈ જવામાં આવ્યો છે.