કેસ્ટેલોન (સ્પેન)

લગભગ એક વર્ષ પછી રિંગમાં ઉતરેલી છ વર્ષની વર્લ્‌ડ ચેમ્પિયન એમસી મેરી કોમને (૫૧ કિગ્રા) સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. સ્પેનના કેસ્ટેલોન ખાતે ચાલી રહેલી ૩૫ મી બોક્ષમ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ટૂર્નામેન્ટમાં તેને કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો. તેને અમેરિકન બોક્સર વર્જિનિયાની ફશએ દ્વારા હરાવી હતી. ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી ૩૭ વર્ષીય મેરીએ ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીની જિઓર્દના સોરેન્ટિનોને સેમિ ફાઇનલમાં પહોંચવાના વિભાજીત ર્નિણયમાં હરાવી હતી.