પાદરા

પાદરાના રણુ ગામે મા તુલજા ભવાની માતાજીના મંદિરે વસંત પંચમી વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાના દિવસે મા તુલજા ભવાની માતાજીના સાંનિધ્યમાં વેદો, ઉપનિષદો, પુરાણો, વેદશ્રૃતિ, મહાકાવ્યો વગેરે પુસ્તકો માતાજીને અર્પણ કરવામાં આવ્યા હતા. વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનો ખાસ મહિમા છે. માન્યતાઓ અનુસાર માતા સરસ્વતી મહા મહિનામાં શુકલપક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયાં હતાં. એટલે જ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની આ દિવસે વિધવિધાનથી પૂજા કરવાથી તેમની કૃપા વરસે છે.

આ પર્વ નિમિત્તે મા તુલજા ભવાની માતાજીના મંદિરે મા તુલજા ભવાનીના સાંનિધ્યમાં વેદો, ઉપનિષદો, પુરાણો, વેદશ્રૃતિ, મહાકાવ્યો વગેરે પુસ્તકો માતાજીને અર્પણ કરવા માટે ભવ્ય આયોજન મહંત કવિન્દ્રીગીરીજીએ કર્યું હતું. આજે પ્રાગટય દિન નિમિત્તે રણુ તુલજા ભવાની માતાનું પૂજન શાસ્ત્રગ્રંથોને માના શ્રી ચરણોમાં પધરાવી કરવામાં આવેલ હતું. આજે મયૂર પર આરૂઢ સરસ્વતી સ્વરૂપા મા પોતાના સૌ બાળકોને વિદ્યાના આશીર્વાદ પ્રદાન કરે તેવી પ્રાર્થના.