રોમ-ભારતનો રોહન બોપન્ના પોતાના જોડીદાર કેનેડાના ડેનિસ શાપોવાલોવ સાથે ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો.બોપન્ના અને શાપોવાલોવની જોડીએ પહેલા રાઉન્ડમાં ચિલીના ક્રિસ્ટિયન ગારિન અને આર્જેનેટીનાના ગુઇડો પેલાને ૬-૪,૬-૪થી હાર આપી.ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવવા માટે બોપન્ના અને શાપોવાલોવની ટક્કર જુઆન સેબેસ્ટિયન કબાલ અને રોબર્ટ ફરાહની સામે થશે.બોપન્નાની જોડી ગયા વર્ષના છેલ્લા ગ્રૈન્ડ સ્લેમ યૂએસ ઓપનની ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા હતા. 

આ સાથે આ ટૂર્નામેન્ટમાં સર્બિયાના ખેલાડી નોવાક જોકોવિકનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ.તેને ઇટાલિયન ઓપનની શરૂઆતી મેચમાં સ્થાનીય વાઇલ્ડ કાર્ડ ધારત સાલવાટોરપ કારૂસો પર ૬૩,૬૨થી આસાન જીત દાખલ કરી અમ્પાયર સાથે શિષ્ય વ્યવહાર કરતો પણ જોવા મળ્યો હતો.

મહિલા ટૂર્નામેન્ટમાં ક્વાલીફાયર દાંકા કોવિનિચે છઠ્ઠી યોગ્યતા ધરાવતી બેલિંડા બેનસિચને ૬૧થી હરાવી બહાર કરી આ ટૂર્નામેન્ટ મે મહિનામાં યોજાવાની હતી પરંતુ કોરાનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી સાથે ફ્રેન્ચ ઓપનની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે જે ૧૦ દિવસમાં શરૂ થવા જઇ રહી છે.