પેરિસ

ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેનો ક્રોએશિયન સાથી ફ્રાન્કો કુગોર તેમની હરીફ જોડીમાંથી વોકઓવર મેળવ્યા બાદ રવિવારે અહીં ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પુરુષોના ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના અને કુગોરને નેધરલેન્ડ્‌સના માત્વે મિડેલકઅપ અને અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલો તરફથી વોકઓવર મળ્યો હતો. ભારત-ક્રોએશિયન જોડી હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનની પાબ્લો અંડુજાર અને પેડ્રો માર્ટિનેઝ સામે ટકરાશે.

બોપન્ના અને સ્કુગોરે બીજા રાઉન્ડમાં યુનાઇટેડ સ્ટેટ્‌સના ફ્રાન્સિસ ટિઆફો અને નિકોલસ મનરો સામે સીધા સેટની જીત નોંધાવી હતી.

વર્લ્‌ડ રેન્કિંગમાં ૪૦ મા ક્રમે આવેલા ૪૧ વર્ષના બોપન્નાને અહીં પોઇન્ટ મેળવવાની જરૂર છે કારણ કે તેની રેન્કિંગમાં સુધારો લાવવાની આ છેલ્લી તક છે. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રવેશનો ર્નિણય ૧૦ જૂનનાં રેન્કિંગથી લેવામાં આવશે.