લંડન 

અનુભવી ભારતીય જોડી સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાએ શુક્રવારે વિમ્બલ્ડન મિશ્રિત ડબલ્સ મેચની પ્રથમ રાઉન્ડની મેચમાં રામકુમાર રામાનાથન અને અંકિતા રૈનાને ૬-૨, ૭-૬ થી હરાવી. ઓપન યુગમાં પહેલીવાર ભારતની બે ટીમો ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમી રહી હતી. રામાનાથને આ મેચ દ્વારા ગ્રાન્ડ સ્લેમ પ્રવેશ કર્યો હતો, જેમાં સિંગલ્સના મુખ્ય ડ્રો માટે ક્વોલિફાય થવા માટેના ૨૧ નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.

સાનિયા અને બોપન્નાએ પહેલો સેટ જીત્યો હતો પરંતુ બીજા સેટમાં સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. બોપન્ના બેઝલાઈન પર તેની મજબૂત સર્વિસ અને ગ્રાઉન્ડ સ્ટ્રોકથી ચારમાં શ્રેષ્ઠ સાબિત થયો.

સાનિયા અને અમેરિકન બેથેની મેટ્ટેક સેન્ડ્‌‌સ મહિલા ડબલ્સના બીજા રાઉન્ડમાં આગળ વધી છે જ્યારે રૈના અને તેની અમેરિકન સાથી લૌરેન ડેવિસ પહેલા રાઉન્ડમાં હારી ગઈ છે. રૈના અને ડેવિસ ગુરુવારે રાત્રે આસિયા મોહમ્મદ અને જેસિકા પેગુલાની અમેરિકન જોડીથી સીધા સેટમાં હાર્યા. ૧૪ મી ક્રમાંકિત અમેરિકન જોડીએ ૭૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં અંકિતા અને ડેવિસને ૬-૩, ૬-૨થી હરાવી. બોપન્ના અને દિવિજ શરણ પુરુષોના ડબલ્સના પહેલા રાઉન્ડમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યા.