ભરૂચ, કોરોના અને લોકડાઉન વચ્ચે પાલેજના બિયારણ અને જંતુનાશક દવાના વેપારી સાથે કરજણમાં ગુજરાત પેસ્ટીસાઈડની પેઢી ખોલી ૩ શખ્સોએ રૂપિયા૩.૬૦ કરોડની ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચ તાલુકાના સેગવા ગામે રહેતા સલીમ વલીભાઇ દરબારની પાલેજ બજારમાં ગુજરાત સિડ્‌સ એન્ડ પેસ્ટી સાઇડસ નામની ખાનગી પેઢી આવેલી છે. તેમની પેઢી ઉપર જૂન ૨૦૨૦માં જયેશભાઇએ આવી કહ્યું હતું કે, અમે ગુજરાત પેસ્ટીસાઇડ નામની ખાનગી પેઢી કરજણ મારૂતી પ્લાઝા કોમ્પલેક્ષમાં મોહસીન અહમદ મુસ્તાક કાજીનાઓના નામે ભાગીદારીમાં ચલાવીએ છીએ. તે દિવસે ઓળખાણ થતા પાલેજના સલીમભાઈ પાસેથી રૂપિયા ૪.૯૨ લાખના બિયારણ અને જંતુનાશક દવાઓ રોકડમાં ખરીદતા વેપારી સંબંધો શરૂ થયા હતા. જે બાદ ઉધારીમાં પણ વેપાર શરૂ થતાં ૮ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં કુલ રૂપિયા ૫.૧૫ કરોડની જંતુનાશ્ક દવાઓ ઓર્ડર મુજબ પાકા બીલથી વેચાણ કરાઈ હતી. તેઓ માલની ખરીદી ઉધારમાં કરવા લાગ્યા અને માલનુ પેમેન્ટ કોરોનાનું કારણ દર્શાવી બાદમાં આપી દઈશુ તેવો વિશ્વાસ કરજણની પેઢીના જયેશભાઈ અને તેમની મંડળીએ રૂપિયા૫.૧૫ કરોડ પૈકી રૂપિયા૧.૫૪ કરોડ ટુકડે ટુકડે તેઓના ખાતાની એક્સીસ બેન્ક સમા સાવલી રોડ શાખાના એકાઉન્ટમાંથી આર.ટી જી.એસ દ્રારા ચૂકવ્યા હતા. બાકી પડતા રૂપિયા માટે ગુજરાત પેસ્ટીસાઈડ્‌સ પેઢીના નામના એકસીસ બેન્કના ૩ ચેક રૂપિયા૧.૨૦ -રૂપિયા૧.૨૦ કરોડની એમાઉન્ટના આપ્યા હતા. જે પાલેજના વેપારીએ ૨ ચેક બેંકમાં નાખતા સહિઓ મેચ થયેલ નહિ જેથી ચેક રીર્ટન થયેલ અને ત્રીજાે ચેક એકાઉન્ટમાં બેલેન્સ ન હોય જેથી રીટર્ન થયો હતો. જેની જાણ કરજણની પેઢીના જયેશભાઇ, મોહસીન અહમદ તથા ઓવેશ અન્સારીની કરતા પૈસા આપી દઇશું તેવી માત્ર વાયદે બાજી કર્યા કરી હતી.