બોટાદ-

સોશિયલ મીડિયામાં અવાર નવાર ફેસબુક એકાઉન્ટ હેક કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે, તેમ તેમ હેકરો પણ સક્રિય થતા જોવા મળી રહ્યા છે. જ્યાં હેકરો દ્વારા એકાઉન્ટ હેક કરી અલગ અલગ માંગણીઓ કરતા હોય છે, ત્યારે બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાદવ જે પોતાનું ફેસબુક એકાઉન્ટ યુઝ કરે છે, ત્યારે કોઈ હેકર દ્વારા વાલજીભાઇ જાદવનું ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાદવનું ફેસબુક એકાઉન્ટ કોઈ હેકર દ્વારા હેક કરી નાખવામાં આવ્યું છે. આ હેકર્સ પેટીએમ વાપરો છો એવુ પુછે છે અને પછી કહે છે પેટીએમથી મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો તેવા મેસેજ કરી રહ્યા છે. જેને લઈને વાલજીભાઇ જાદવ દ્વારા અંદાજે 2 મહિના પહેલા ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી હજી ફેક એકાઉન્ટ ચાલુ જ છે. જેને લઈને વાલજીભાઇ જાદવ દ્વારા પોતે રૂબરૂ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તાત્કાલિક બોટાદ એસ.ઓ. જી.પી.આઈ.એચ.આર.ગૌસ્વામીને સૂચના આપેલ હતી. જેથી રૂબરૂ એસ.ઓ. જી.ઓફીસ જઇને ફરિયાદ આપેલ છે.