બોટાદ-

ગઢડા તાલુકાના ગઢાળી રોડ પાસે આવેલા મઘરીયા વિસ્તારમાં યુવક અને યુવતીએ પ્રેમ સંબંધને કારણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. જે કારણે મધરીયા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગઢડાના સામાકાઠે ગઢાળી રોડ પાસે આવેલા મધરીયા ટેકરા પાછળ યુવક અને યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરેલી હાલતમાં બન્નેનો મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બન્ને પ્રેમી યુગલ હોવાનુ જાણવા મળ્યુ છે. તેમજ બન્ને લગ્ન કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર લગ્ન ન થઈ શકે તેમ હોવાથી બન્નેએ સાથે મરવાનું નક્કી કરી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સંદર્ભે ગઢડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રેમી યુગલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતી સગીર વયની છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ગઢાળી રોડ પાસે આવેલી મઘરીયા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. જે કારણે સમગ્ર ગઢડા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.