અમદાવાદ-

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં લોકોની ભીડ જાેવા મળતા કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો હતો. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ૭ ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ આપવામાં આવ્યુ છે,જાેકે, તેમ છતા લોકોની ભીડ જાેવા મળી રહી છે. હવે કોરોના સંક્રમણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. એએમસી કોરોના સંક્રમણને રોકવા માટે ભીડભાડ વાળા વિસ્તારમાં બાઉન્સરને ઉભા રાખશે.

અમદાવાદના કાલુપુર અને જમાલપુરમાં શાકભાજી લેવા માટે મોટી સંખ્યામાં લોકો એક સાથે ઉમટી પડતા હોય છે જેને કારણે કોરોના સંક્રમણ થવાનું પ્રમાણ વધી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાલુપુર અને જમાલપુર માર્કેટમાં ભેગી થતી ભીડને કાબુમાં લેવા માટે બાઉન્સરોની મદદ લેવાનો ર્નિણય કર્યો છે. બાઉન્સરો માર્કેટમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર થર્મલ ગન લઇને ઉભા રહેશે અને લોકોના ટેમ્પરેચર માપશે. સૌથી ઓછુ ટેમ્પરેચર હશે તો જ શાક માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે.બીજી તરફ પોલીસ પણ સતત શાક માર્કેટમાં પેટ્રોલિંગ કરશે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હાલ શહેરમાં રાત્રિ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. જાે કે, હજી પણ ઘણા લોકો એવા જાેવા મળી રહ્યા છે જે થોડાક પૈસા બચાવવા માટે પોતાના જીવ જાેખમમાં નાખી રહ્યા છે. બજારમાં ૧૦ રુપિયાની બચત કરવા માટે લોકોની ભારે ભીડ જાેવા મળી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ પણ દેખાય છે.