વડોદરા : દર વરસે આયોજિત કરાતો મિસિસ બ્રહ્મશક્તિ એવોર્ડ કાર્યક્રમના બે રાઉન્ડ ઓનલાઈન યોજાયા હતા. જેમાં ફાઈનલ રાઉન્ડમાં આવેલી ૧૦ મહિલાઓમાં પ્રથમ ત્રણ આવેલ મહિલાઓને તાજ પહેરાવી મિસિસ બ્રહ્મશક્તિ જાહેર કરાયા હતા.  

બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા આયોજિત કરવામાં આવતા આ સ્પર્ધામાં ફાઈનલ રાઉન્ડ માટે ૧૦ બહેનોને સિલેક્ટ કરીને આજે બ્રહ્મશક્તિ પ્લોટ પર પ્રશ્નોત્તરી અને આઈકયુ રાઉન્ડનું આયોજન કરાયું હતું જેમાં સોનલબેન શુક્લા પ્રથમ, નિમિતાબેન દવે અને નિમિષાબેન દવે ફર્સ્ટ અને સેકન્ડ રનરઅપ થયા હતા. બ્રહ્મશક્તિ સભ્ય બહેનો (૪૦૦થી વધારે) કે જે દરેક પ્રોગ્રામમાં ભાગ લઈને પોતાનું હુનર બતાવીને બધાથી અલગ વ્યક્તિત્વ ઊભું કરે છે તેવી બહેનોમાંથી શ્રેષ્ઠતમ બહેનને આજરોજ તાજ પહેરાવીને મિસિસ બ્રહ્મશક્તિ જાહેર કરવામાં આવી હતી.