કોરોના મહામારી બાદ જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થઈ છે. જેમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે જો કે પહેલા દિવસે મેચમાં વરસાદ વિધ્ન બન્યો હતો.

  કોરોનાનું સંક્રમણ હોવાથી કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જેનું ખેલાડીઓએ પાલન કરવું જરૂરી છે. પરંતુ મેચના પહેલા જ દિવસે ટીમના કેપ્ટન એક ભુલ કરી બેઠા હતા.   આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેટલીક ચોક્કસ સૂચનાઓ સાથે પાછું ફર્યું છે જેમાં સૌથી પહેલો નિયમ છે કે ટોસ પછી બંને ટીમના કેપ્ટન એક બીજા સાથે હાથ મિલાવી શકશે નહીં. પરંતુ વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન જેસન હોલ્ડર ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ આ સૂચના લગભગ ભૂલી ગયા હતા. 

 ઇંગ્લેન્ડ સામે ટોસ હાર્યા બાદ તેણે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ તરફ હાથ લંબાવી દીધો હતો. પરંતુ સ્ટોક્સે તેને ટાળ્યું. જો કે ટુંક સમયમાં જ તેને તેની ભૂલનો ખ્યાલ આવી ગયો અને બંને કેપ્ટન હસવા લાગ્યા હતા.